એન. આર. આઈ. સમાચાર
News of Friday, 22nd March 2019

" ગુજરાતીઓનું ગૌરવ " : OFBJPના પૂર્વ પ્રમુખ સ્વ.શ્રી સુરેશ જાની તથા akilanews.com અમેરિકા ખાતેના માનદ પ્રતિનિધિ શ્રીમતી દિપ્તીબેન જાનીના પુત્ર સાઉથ એશિયન લીડર શ્રી અમિત જાનીની હડસન કાઉન્ટી સ્કૂલ બોર્ડમાં નિમણુંક

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી : યુ.એસ.ના ન્યૂજર્સીમાં આવેલા હડસન કાઉન્ટી સ્કૂલ્સ ઓફ ટેક્નોલોજી બોર્ડ ઓફ એજ્યુકેશનમાં સાઉથ એશિયન કોમ્યુનિટી લીડર શ્રી અમિત જાનીની નિમણુંક થઇ છે.તેઓ OFBJPના પૂર્વ પ્રમુખ સ્વ.શ્રી સુરેશ જાની તથા akilanews.com અમેરિકા ખાતેના માનદ પ્રતિનિધિ શ્રીમતી દિપ્તીબેન જાનીના પુત્ર છે.તથા કોમ્યુનીટી લીડર તરીકે નામના ધરાવે છે.

તેમની નિમણૂકને આવકારતા હડસન કાઉન્ટી એક્ઝિક્યુટિવએ જણાવ્યું હતું કે કાઉન્ટીમાં સાઉથ એશિયન કોમ્યુનિટીની વસતીમાં થઇ રહેલા સતત વધારાને ધ્યાને લઇ HCST બોર્ડમાં શ્રી અમિત જાનીની નિમણુંક એકદમ યોગ્ય નિર્ણય છે.ઉપરાંત તેઓ કાઉન્ટી પ્રેપ હાઈસ્કૂલના પૂર્વ સ્ટુડન્ટ પણ છે.તેમની પદ ઉપર નિમણુંક માટે અમે ગૌરવ અનુભવીએ છીએ.

શ્રી અમિત જાની  હાલમાં ન્યુજર્સી ગવર્નર ફીલ મુર્થીના વહીવટી વિભાગમાં સેવાઓ આપી રહ્યા છે.ઉપરાંત સાઉથ એશિયન યુવા સમૂહને સરકારી તથા રાજકીય ક્ષેત્રે આગળ આવવા પ્રોત્સાહિત કરતા નોનપ્રોફિટ ન્યુજર્સી લીડરશીપ પ્રોગ્રામમાં મદદરૂપ થઇ રહ્યા છે.

સાઉથ એશિયન્સ ફોર અમેરિકાના કો-ચેર સુશ્રી નેહા દીવાનએ શ્રી અમિત જાનીની હડસન કાઉન્ટી સ્કૂલ બોર્ડ ઓફ ટેક્નોલોજીના મેમ્બર તરીકેની નિમણૂકને આવકારી હતી.તથા જુદી જુદી કોમ્યુનિટીના અગ્રણીઓને વિવિધ ક્ષેત્રે તક આપવાના ગવર્નરના પ્રયાસને બિરદાવ્યો હતો.તેમજ ભવિષ્યમાં પણ સાઉથ એશિયન કોમ્યુનિટીને જાહેર ક્ષેત્રોમાં અગ્રસ્થાન ઉપર  સેવાઓ કરવાની તક મળતી રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે શ્રી જાનીએ ગવર્નર ફીલ મુર્થીના ચૂંટણી કંપેનમાં પણ એશિયન અમેરિકન પેસિફિક આઈલેન્ડર આઉટરીચ તરીકે સેવાઓ આપેલી છે.ઉપરાંત યુ.એસ.સેનેટર બોબ મેનેનડેઝ ફરીથી ચૂંટાઈ આવે તે માટે પણ જહેમત ઉઠાવી હતી.અગાઉ તેઓ કોંગ્રેસમેન ફ્રાન્ક પેલ્લોન જુનિયર તથા જ્યુડી ચૂ  ના  ચૂંટણી કંપેનમાં પણ સેવાઓ આપી ચુક્યા છે.

(7:03 pm IST)