એન. આર. આઈ. સમાચાર
News of Friday, 21st February 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેસબુક ફોલોઅર્સ વધુ છતાંય તેઓ નંબર વન

ભારત યાત્રા પહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાવો : ભારતની વસતી વધારે હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ છે : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ

નવીદિલ્હી, તા. ૨૧ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુક ફોલોઇંગને ટાંકીને કહ્યું છે કે, . અબજ ભારતીય લોકોનું પ્રતિનિધિત્વ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વસતીની દ્રષ્ટિએ ફેસબુક ઉપર વધારે લીડ મળેલી છે. સત્તાવાર આંકડા મુજબ ભારતની વસતી . અબજ છે. આગામી સપ્તાહમાં ટ્રમ્પ ભારતની યાત્રા ઉપર આવી રહ્યા છે. તેમના કહેવા મુજબ ફેસબુક ઉપર ફોલોઅર્સના મામલામાં મોદી બીજા સ્થાને છે. તેઓ પોતે પ્રથમ સ્થાને છે. આની માહિતી ફેસબુકના કારોબારી અધ્યક્ષ માર્ક ઝુકરબર્ગે પોતે તેમને આપી છે. ટ્રમ્પે લાસવેગાસમાં આયોજિત કાર્યક્રમમાં બોલતા કહ્યું છે કે, તેઓ આગામી સપ્તાહમાં ભારત પહોંચી રહ્યા છે. અમે લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. મોદી પાસે . કરોડ લોકો છે. મોદી ફેસબુક પર બીજા સ્થાને છે.

       પ્રથમ સ્થાને ટ્રમ્પ છે. ગુરુવારના દિવસે ફેસબુક પર આંકડો મળ્યો છે કે, નરેન્દ્ર મોદીને ફેસબુક પર કરોડ ૪૦ લાખ લોકો ફોલો કરે છે જ્યારે ટ્રમ્પને બે કરોડ ૭૦ લાખ લોકો ફોલો કરે છે. અમેરિકાની કુલ વસતી ૩૨ કરોડ ૫૦ લાખ છે. પોતાના સંબોધનમાં ટ્રમ્પે કહ્યું હતું કે, હાલમાં ફેસબુક પર નંબર વન પર રહેવા બદલ ઝુકરબર્ગે તેમને શુભેચ્છા પાઠવી હતી. ફેસબુક પ્રમુખ દ્વારા ત્રણ સપ્તાહ પહેલા આવેલા આંકડામાં મુજબની વાત કરી છે. ટ્વિટર ઉપર પણ આંકડામાં કોણ આગળ છે તેને   લઇને વાત કરવામાં આવી છે. મામલામાં નરેન્દ્ર મોદી આગળ છે. તેમની પાસે .૦૫ અબજ લોકો છે. ટ્રમ્પની પાસે ૩૫ કરોડ લોકો છે. અમેરિકી પ્રમુખે ફેસબુક પર લોકપ્રિયતાના સંદર્ભમાં પોતાને પ્રથમ સ્થાને હોવા અને નરેન્દ્ર મોદી બીજા સ્થાને હોવાની વાત ટ્રમ્પે પ્રથમ વખત કરી નથી. ગયા સપ્તાહમાં આવી રીતે દાવાને લઇને ટ્વિટર પર પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. ગયા મહિનામાં વિશ્વ આર્થિક મંચની બેઠકથી અલગ દાવોસમાં એક મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ ફેસબુક પર નંબર વન છે.

(7:48 pm IST)