એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 22nd January 2020

કેનેડામાં ગુજરાતની યુવતી હિરલ બાદ તેના પૂર્વ પતિ રાકેશ પટેલની પણ લાશ મળી આવી

ટોરોન્ટો : કેનેડા સ્થિત ગુજરાતની વતની યુવતી હિરલનો મૃતદેહ 14 જાન્યુઆરીના રોજ મળી આવ્યા બાદ હવે 17 જાન્યુઆરીએ તેના પૂર્વ પતિ રાકેશ પટેલનો પણ મૃતદેહ મળી આવ્યો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

જો કે રાકેશ પટેલની હત્યા થઇ છે કે તેઓએ આત્મહત્યા કરી છે તે રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.ગત 14મીએ બ્રેમ્પટોનમાં નેક્સસ એવન્યુ અને ફોગલ રોડ નજીક પોલીસને હિરલની લાશ હતી. પોલીસે તેના પૂર્વ પતિ રાકેશ પટેલને શકમંદ ગણી તેને વોન્ટેડ જાહેર કર્યો હતો પરંતુ રાકેશ પટેલ હાથમાં નહીં આવતા પોલીસે રાકેશ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો હતો. જો કે શુક્રવારે ટોરેન્ટોના હમ્બર પાર્ક નજીક બીજા નંબરના હાઈડ્રો ટાવર પર લાશ લટકતી હોવાનું જોતાં પોલીસને જાણ કરાઈ હતી. લાશની ઓળખ માટે પોલીસે ઓટોપ્સી કરાવી હતી જેના રિપોર્ટ આવતા લાશ રાકેશ પટેલની જ હોવાનું સામે આવ્યું હતું.

(1:45 pm IST)