એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 22nd January 2019

અમેરિકામાં H-1B વીઝા ધારકોના જીવનસાથીને મળેલો કામ કરવાનો અધિકાર છીનવાઇ જવાની ભીતિઃ પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના શાસન દરમિયાન અપાયેલો આ અધિકાર રદ કરવા વર્તમાન પ્રેસિડન્ટ ટ્રમ્પના વહીવટી તંત્રના ધમપછાડાઃ જો આ અધિકાર રદ થાય તો ભારતીય મૂળની ૧ લાખ ઉપરાંત મહિલાઓ રોજી ગૂમાવશે તેમજ ગ્રીનકાર્ડ મેળવવામાં પણ વિલંબ થશેઃ શટ-ડાઉન પૂર્ણ થયા બાદ કોર્ટ કેસ આગળ વધશે

વોશીંગ્ટનઃ અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના કાર્યકામ દરમિયાન ૨૦૧૫ની સાલમાં અમલી બનાવાયેલા એમ્પલોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોકયુમેન્ટસ (EAD) અંતર્ગત H-1B  વીઝાધારકોના જીવનસાથીને મળેલો કામ કરવાનો અધિકાર હવે ટ્રમ્પ શાસનમાં નાબુદ થવાની ઘડીઓ ગણાઇ રહી છે.

જો કે ટ્રમ્પના વહીવટી તંત્ર દ્વારા ૨૦૧૮ના અંત સુધીમાં આ અધિકાર નાબુદ કરવાના નિર્ણય વિરૃધ્ધ કોર્ટ કેસ ચાલતો હોવાથી હાલની તકે તે આ અધિકાર રદ થઇ શકયો નથી. પરંતુ ટ્રમ્પ સરકાર આ બાબતે મક્કમ હોવાથી કોર્ટના ચૂકાદો અધિકાર ચાલુ રાખવા માટે આવે તો પણ તે રદ કરવા અને કોર્ટમાં અપીલ કરવા આતુર હોવાનું જાણવા મળે છે જે માટે અમેરિકાના વતની  નાગરિકોની રોજી છીનવાઇ રહી હોવાનું આપવામાં આવે છે શટ ડાઉન પૂર્ણ થયા બાદ કોર્ટ કેસ આગાળ વધશે.

ઉલ્લેખનીય છે કે ચ્ખ્ઝ્રના અમલથી ૧ લાખ ઉપરાંત ણ્-૪ વીઝા ધરાવતી ભારતીય મહિલાઓને મળેલી રોજી છીનવાઇ શકે છે. જેઓને ગ્રીનકાર્ડ મળવાની તૈયારી છે તે મળવામાં પણ વિલંબ થઇ શકવાની ભીતિ છે.

(10:17 pm IST)