એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 22nd January 2019

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજરોજ વારાણસી મુકામે 15 મા પ્રવાસી ભારતીય દિવસ (PBD)નું ઉદઘાટન : 21 થી 23 જાન્યુ દરમિયાન યોજાયેલા PBD નિમિતે મોરિશિયસના વડાપ્રધાન પ્રવિદ જગન્નાથ ચીફ ગેસ્ટ તરીકે , નોર્વેના સાંસદ હિમાંશુ ગુલાટી ખાસ આમંત્રિત તરીકે તથા ન્યૂઝીલેન્ડના સાંસદ કંવલજીત સીંઘની ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી : 150 જેટલા દેશોના 5 હજાર ઉપરાંત પ્રતિનિધિઓની ઉપસ્થિતિ

વારાણસી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજરોજ તેમના મત વિસ્તાર વારાણસી મુકામે 15 મા  પ્રવાસી ભારતીય દિવસ (PBD)નું ઉદઘાટન કરશે  21 થી 23 જાન્યુ દરમિયાન યોજાયેલા આ યોજાયેલા PBD નિમિતે મોરિશિયસના વડાપ્રધાન પ્રવિદ જગન્નાથ ચીફ ગેસ્ટ તરીકે તથા નોર્વેના સાંસદ હિમાંશુ ગુલાટી ખાસ આમંત્રિત તરીકે તથા ન્યૂઝીલેન્ડના સાંસદ કંવલજીત સીંઘ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપશે જેમાં 150 જેટલા દેશોના 5 હજાર ઉપરાંત પ્રતિનિધિઓની ઉપસ્થિતિ છે.

 કાર્યક્રમ દરમિયાન સાંસદ અને અભિનેત્રી હેમા માલિની નૃત્યનાટિકા રજૂ કરશે. મોરેશિયસની લેખિકા રેશમી રામધોનીના પુસ્તક 'પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને નાગરિકતા'નું વિમોચન પણ કરાશે. આ વર્ષે પ્રવાસી સંમેલનનો વિષય 'નવા ભારતના નિર્માણમાં પ્રવાસી ભારતીયોની ભૂમિકા' છે.

પ્રવાસી ભારતીય દિવસ 23 જાન્યુઆરીના રોજ સંપન્ન થયા બાદ ઉપસ્થિત મહેમાનોને પ્રયાગરાજ મુકામે યોજાયેલા કુંભમેળામાં લઇ જવાશે

(12:37 pm IST)