એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 22nd January 2019

યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત કોમ્યુનિટી લીડર,રાજકીય કાર્યકર,વડનગરા બ્રાહ્મણ શ્રી સુભાષભાઈના પત્ની શ્રીમતિ પ્રતિમાબેન ઉપાધ્યાયનું દુઃખદ અવસાન : 19 જાન્યુ 2019 ના રોજ ટુંકી બિમારી બાદ અંતિમશ્વાસ લીધા : 21 જાન્યુ ના રોજ સ્મશાનયાત્રા યોજાઈ : સ્નેહીજનોએ શ્રદ્ધાંજલી આપી

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકામાં છેલ્લા 30 વર્ષથી સ્થાયી થયેલા ન્યુજર્સી સ્થિત  કોમ્યુનિટી લીડર,રાજકીય કાર્યકર,વડનગરા બ્રાહ્મણ શ્રી સુભાષભાઈના પત્ની શ્રીમતિ પ્રતિમાબેન ઉપાધ્યાયનું ટુંકી બિમારી બાદ દુઃખદ અવસાન થયું છે. 19 જાન્યુ 2019 ના રોજ તેમણે અંતિમશ્વાસ લીધા હતા. 21 જાન્યું ના રોજ યોજાયેલી સદ્દગતની  સ્મશાનયાત્રામાં  સ્નેહીજનોએ ભારે હૃદયે શ્રદ્ધાંજલી આપી હતી.

ગુજરાતના વડનગરમાં 5 માર્ચ 1947 ના રોજ  જન્મેલા અને ખેડા ડિસ્ટ્રિક્ટમાં કઠલાલ ગામે  સાસરું ધરાવતા સુશ્રી પ્રતિમાબેનનો પરિવાર મુંબઈમાં સ્થાયી થયો હતો.જ્યાંથી છેલ્લા 30 વર્ષથી તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા.તેઓ તેમની પાછળ તેમના પતિ શ્રી સુભાષભાઈ,પુત્ર શ્રી અંકિતભાઈ , પુત્રી સુશ્રી કરીનાબેન , 3 ગ્રાન્ડ ચિલ્ડ્રન ,સહીત વિશાળ સંખ્યામાં સ્નેહીજનોને વિલાપ કરતા છોડી ગયા છે.

વિશેષ માહિતી માટે શ્રી અંકિતભાઈનો કોન્ટેક નં 551-208-9407 દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(12:11 pm IST)