એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 19th January 2019

ઇન્ડિયન અમેરિકન સેનેટર સુશ્રી કમલા હેરિસએ પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટે બાલ્ટીમોરને હેડક્વાટર તરીકે પસંદ કર્યું : 2020 માં યોજાનારી પ્રેસિડન્ટ પદ માટેની ચૂંટણી લડવા અંગે સત્તાવાર ઘોષણા કરવાની બાકી

કેલિફોર્નિયા : અમેરિકાના સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસ 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદ માટેની ચૂંટણીના હોટ ફેવરિટ ઉમેદવાર ગણાય છે.અલબત્ત તેઓ ચૂંટણી લડશે કે કેમ તે અંગે સત્તાવાર જાહેરાત કરી નથી.પરંતુ સ્થાનિક સમાચાર સૂત્રોના  જણાવ્યા મુજબ તેમણે માટે બાલ્ટીમોરને હેડક્વાટર તરીકે પસંદ કરી લીધું છે.

ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ હિન્દૂ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ પ્રેસિડન્ટ તરીકે ચૂંટણી લડવાની ઘોષણા કરી દીધી છે.તેઓ પણ પદ માટેના પ્રથમ 10 હોટ ફેવરિટ ઉમેદવારોમાં ગણાય છે.આમ આગામી પ્રેસિડન્ટ પદ માટેની ચૂંટણી રસાકસીભરી બની રહેવાની શક્યતાઓ છે.

(12:44 pm IST)