ઈન્ડિયા એશોશીએશન નોર્થ ટેક્ષાસ ( IANT ) ના ૨૦૨૧ની સાલના પ્રમુખ તરીકે શ્રી શૈલેશભાઈ શાહ : ગુજરાતીઓ તરફથી હાર્દીક અભિનંદન અને શુભેચ્છાનો ધોધ
ટેક્સાસ : ઈન્ડીયા એશોશીએશન નોર્થ ટેક્ષાસ ( IANT ) દલાસની સ્થાપના ૧૯૬૨ માં થઇ હતી ભારતીય ઓર્ગેનાઈઝ ની આખાય અમેરીકામાં અને ટેક્ષાસ ખાતે જૂનામાં જુની સંસ્થા છે. આ સંસ્થા ભારતીય સંસ્ક્રુતિ અને શૈક્ષણીક સંસ્થાને મદદ કરનારી છે, આ સંસ્થા દર વર્ષે ભારતીય પ્રજાસત્તાક દિન ૨૬ મી જાન્યુઆરી, ૧૫ મી ઓગસ્ટ ઉજવણી નું ખૂબજ આયોજન કરેછે તથા યુનિવર્સીટી અને સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓને આર્થીક મદદ કરે છે આ વર્ષે ૨૦૨૧ માં તેનું નેતૃત્વ એક ખૂબજ યંગ અને ઉત્સાહી ગુજરાતી શ્રી શૈલેશભાઈ શાહ સંભાળી રહ્યા છે, જેઓ એક V.YO ના વૈષ્ણવ ઓર્ગેઅનાઈઝરના દલાસ ખાતે સનિસ્થ કાર્યકર્તા તથા DFW ના એડવાઈઝરી બોર્ડ ના સક્રીય સભ્ય છે. શ્રી શૈલેશભાઈ ને ગુજરાતીઓ તરફથી હાર્દીક અભિનંદન અને શુભેચ્છા તથા આવતા વર્ષ ૨૦૨૧ માં સમાજની ખૂબજ સેવા કરે એવી આશા સહ શુભેચ્છા.તેવું શ્રી સુભાષભાઈ શાહ, દલાસની યાદી દ્વારા જાણવા મળે છે.