એન. આર. આઈ. સમાચાર
News of Friday, 18th September 2020

યુ.એસ.માં ન્યુયોર્ક ડીસ્ટ્રીકટ જજ તરીકે ઇન્ડિયન અમેરિકન પ્રોસિક્યુટર મહિલા ડાયેના ગુજરાતીની નિમણૂકને સેનેટની સર્વાનુમતે બહાલી

ન્યુયોર્ક : યુ.એસ.માં ન્યુયોર્ક ડીસ્ટ્રીકટ જજ તરીકે ઇન્ડિયન અમેરિકન ડાયેના ગુજરાતીની નિમણૂકને સેનેટની સર્વાનુમતે બહાલી મળી છે.તેઓ પ્રોસિક્યુટર તરીકે એક દાયકા ઉપરનો અનુભવ ધરાવે છે.તેમની નિમણૂકને ન્યુયોર્ક નવનિયુક્ત જજ તરીકે 10 સપ્ટેમ્બરના રોજ 99 વિરુદ્ધ 0 મતે બહાલી મળી છે.
27 જૂનના રોજ સેનેટની જ્યુડીશીઅરી કમિટીએ તેમને  ડીસ્ટ્રીકટ જજ તરીકે નિમણુંક આપી હતી.જેઓને ગયા વર્ષે પ્રેસિડન્ટ ટ્રમ્પએ નિમણુંક આપી હતી

(6:43 pm IST)