એન. આર. આઈ. સમાચાર
News of Friday, 18th September 2020

પાકિસ્તાનમાં હિન્દૂ ડોક્ટર લાલચંદ બાગરીની હત્યા : અજાણ્યા હુમલાખોરોએ ઘરમાં ઘુસી ધારદાર ચપ્પુના ઘા મારી ગળું કાપી નાખ્યું : આ અગાઉ હિન્દૂ મહિલા ડોક્ટર નમ્રતા ચંદાણી ઉપર બળાત્કાર કરી હત્યા કરી નાખી હતી : છેલ્લા એક જ વર્ષમાં બીજા ડોક્ટરની હત્યા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં છેલ્લા એક જ વર્ષમાં હિન્દૂ ડોક્ટરની હત્યા કરી નાખવાનો બીજો બનાવ બન્યો છે.જે મુજબ આ અગાઉ મહિલા ડોક્ટર નમ્રતા ચંદાણી ઉપર બળાત્કાર કરી તેની હત્યા કરી નાખ્યા પછી હવે ડોક્ટર લાલચંદ બાગરીની હત્યા કરી નાખવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ ડોક્ટર લાલચંદ તેમના ઘરમાં હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ ઘરમાં ઘુસી તેમના ઉપર ધારદાર ચપ્પુના ઘા કરી ગાળું કાપી નાખ્યું હતું.
પોલીસ તપાસ ચાલુ છે.જેમાં જણાવાયા મુજબ વ્યક્તિગત વેરઝેરનુ  કે વંશીય ભેદભાવનું કારણ છે તેની કડી મેળવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સાંસદ રમેશકુમાર વાંકવાનીએ હત્યા થઇ હોવાની બાબતની પુષ્ટિ કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:49 pm IST)