News of Saturday, 20th July 2019
૨૮ હજારથી ૬૦ હજાર ડોલરની ફી લઇને ભારતીયો સહિત સેંકડો વિદેશીઓને અમેરિકામાં ઘુસાડવાનું ષડયંત્રઃ ભારતીય મૂળની મહિલા ૫૧ વર્ષીય હેમા પટેલને ૩ વર્ષની જેલ તથા ૭ મિલીયન ડોલરનો દંડ
ટેકસાસઃ યુ.એસ.માં ભારતીયો સહિત સેંકડો વિદેશીઓને ગેરકાયદે ઘુસવામાં મદદગારી કરવા સબબ ટેકસાસ સ્થિત ભારતીય મૂળની મહિલા ૫૧ વર્ષીય હેમા પટેલને ૩ વર્ષની જેલસજા થઇ છે. તેણે ૨૮ હજારથી ૬૦ હજાર ડોલરની ફી લઇને વિદેશીઓને યુ.એસ.માં કેનેડા અથવા મેકિસકો બોર્ડર ઉપરથી પ્રવેશવામાં મદદગારી કરી હતી. તેથી તેને ઉપરોકત જેલસજા ઉપરાંત તેણે વસુલ કરેલી ફી પેટે ૭ મિલીયન ડોલરનો દંડ પણ કરાયો છે.
તેમજ તેના જોડીદાર ચંદ્રેશકુમાર પટેલને પણ ગયા વર્ષે ૩ વર્ષની જેલસજા ફરમાવાયા બાદ જામીન ઉપર મુકત કરાયેલી આ મહિલા સામે ઉપરોકત પગલું લેવાયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(9:46 pm IST)