એન. આર. આઈ. સમાચાર
News of Friday, 19th July 2019

પાકિસ્તાનમાં હિંદુમાંથી મુસ્લિમ બનેલી યુવતીને સુરક્ષા આપવા હાઇકોર્ટનો હુકમ : સિંધ પ્રાંતની પાયલ નામક યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી સુરક્ષા માંગી : બળજબરીથી લગ્ન કરી સ્વેચ્છાએ કર્યા હોવાનું જણાવવા યુવતીઓને મજબુર કરાતી હોવાનો હિન્દુઓનો આક્ષેપ

કરાંચી : પાકિસ્તાનમાં 29 જૂનના રોજ સિંધ પ્રાંતની એક હિન્દૂ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લઇ પોતાને પરિવારજનો તથા હિન્દૂ સમાજનો ખોફ વહોરવો પડશે તેવી ભીતિ લગતા તેણે હાઇકોર્ટ સમક્ષ કરેલી અરજીના અનુસંધાને સિંધ હાઇકોર્ટએ તેને સુરક્ષા આપવાનો હુકમ કર્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.કોર્ટ કેસ માટેની આગામી મુદત 6 ઓગસ્ટ નક્કી થઇ છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ખાસ કરીને સિંધ પ્રાંતમાં હિન્દૂ યુવતીઓના અપહરણ કરી બળજબરીથી લગ્ન કરી સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કર્યું છે તથા લગ્ન કર્યા હોવાનું જણાવવા તેઓને મજબુર કરાય છે.

(12:27 pm IST)