એન. આર. આઈ. સમાચાર
News of Friday, 19th July 2019

" તમારા વતનમાં પાછા ચાલ્યા જાવ " : વિદેશી મૂળની 4 મહિલા સાંસદ અંગે વંશીય ટીપ્પણી કરવા બદલ ટ્રમ્પ વિરુધ્ધ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સમાં પ્રસ્તાવ પસાર : 235 ડેમોક્રેટિક તથા 2 રિપબ્લિકન સાંસદોએ ટ્રમ્પની જાતિવાદી ટિપ્પણી બદલ વિરોધ વ્યક્ત કર્યો

વોશિંગટન : અમેરિકામાં તમને આઝાદી જેવું ન લાગતું હોય તો તમારા વતનમાં પાછા ચાલ્યા જાવ ,તમારા દેશમાં આનાથી પણ વધુ બદતર પરિસ્થિતિ છે.  વિદેશી મૂળની 4 મહિલા સાંસદ અંગે આ પ્રકારની વંશીય ટીપ્પણી કરવા બદલ ટ્રમ્પ વિરુધ્ધ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સમાં પ્રસ્તાવ પસાર થયો છે.જેમાં  235 ડેમોક્રેટિક ઉપરાંત  ટ્રમ્પની ખુદની રિપબ્લિકન પાર્ટીના 2 સાંસદોએ ટ્રમ્પની જાતિવાદી ટિપ્પણી બદલ વિરોધ વ્યક્ત કર્યો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:43 am IST)