એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 18th July 2019

૨૦૧૮ના સાલમાં યુ.એસ.ના મિચીગન ગવર્નર તરીકે ઉમેદવારી નોંધાવનાર શ્રી થાનેદાર ફરીથી મેદાનમાં આવશેઃ આ વખતે ડેટ્રોઇટ મેયર અથવા કાઉન્સીલર તરીકે ચૂંટણી લડશે તેવી શકયતા

મિચીગનઃ ૨૦૧૮ની સાલમાં મિચીગન ગવર્નર તરીકે ઉમેદવારી નોંધાવનાર તથા પ્રાઇમરી ચૂંટણીમાં પરાસ્ત થનાર ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેન શ્રી થાનેદારએ હવે ડેટ્રોઇટ મેયર અથવા કાઉન્સીલર અથવા કાઉન્ટી કમિશનમાં ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યુ છે તેવું સ્થાનિક સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. જો તેઓ ચૂંટણી લડશે તો પોતાના તથા મતદારોના સંયુકત ફંડમાંથી ખર્ચ કરશે. તેમ જણાવ્યું હતું.

(9:52 pm IST)