News of Thursday, 18th July 2019
અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર સુશ્રી કમલા હેરિસ માટે શીખ કોમ્યુનીટી દ્વારા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયોઃ શીખો વિષે થયેલી ગેરસમજણ દૂર કરવાનો હેતુઃ શીખોના ઉજ્જવળ ઇતિહાસ તથા પાંચ પ્રતિકોનું જતન કરશે તેવી અપેક્ષા વ્યકત કરાઇ
કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન શીખ કોમ્યુનીટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે તાજેતરમાં ૨૯ જુન ૨૦૧૯ના રોજ અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ મહિલા ઉમેદવાર સુશ્રી કમલા હેરીસ માટે ફંડ રેઇઝીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું.
ડો.આસિફ મેહમુદના નિવાસ સ્થાને કેલિફોર્નિયા મુકામે યોજાયેલ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં સુશ્રી હેરીસ માટે અમુક શીખો દ્વારા ફેલાવાયેલી ગેરસમજણની ચોખવટ કરાઇ હતી. તથા તેઓ શીખોના ઉજ્જવળ ઇતિહાસ અને પાંચ પ્રતિકોનું જતન કરશે તેવુ અપેક્ષા વ્યકત કરાઇ હતી.
આ તકે તેમને હરમંદિર સાહેબનું પ્રતિક ભેટ રૂપે અપાયું હતું. તથા આગામી દિવસોમાં રજુ બીજી વખત ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજવાનું આયોજન કરાશે તેમ જણાવ્યું હતું.
(9:16 pm IST)