એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 18th July 2019

ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેન શ્રી કાર્તિક એચ.ભટ્ટની જયોર્જીયા બોર્ડ ઓફ એકઝામીનર્સમાં નિમણુંક

જયોર્જીયાઃ યુ.એસ.માં જયોર્જીયા ગવર્નર બ્રાયન પી કેમ્પએ ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેન શ્રી કાર્તિક એચ.ભટ્ટની જયોર્જીયા બોર્ડ ઓફ એકઝામીનર્સના કન્ઝયુમર મેમ્બર તરીકે નિમણુંક કરી છે.

તેઓ વોટર તથા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓપરેટર્સને તથા લેબારેટરી એનાલિસ્ટસને સર્ટિફિકેટ આપવાની કામગીરી બજાવશે.

શ્રી ભટ્ટએ આ અગાઉ કોબ કાઉન્ટીના ડીપાર્ટમેન્ટ ઓફ પબ્લીક સેફટીમાં  એનિમલ કન્ટ્રોલ ઓફિસર તરીકે ૧૦ વર્ષ સુધી સેવાઓ આપેલી છે. ઉપરાંત તેઓ લક્ષ્મીનારાયણ,૧૦૮,LLC માં પ્રોપર્ટી મેનેજર તરીકે સેવાઓ આપી રહ્યા છે.

(8:02 pm IST)