એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 18th July 2019

બ્રિટિશ પાર્લામેન્ટ લંડન મુકામે " ગુરુપૂર્ણિમા ઉત્સવ " ઉજવાયો : રાજ રાજેશ્વર પૂ. ગુરુજી ,એમ.પી.બોબ બ્લેકમેન ,શ્રી દિપક જોશી ,શ્રી મનોજ ત્યાગી ,શ્રી ડેવિડ રેરકલીફ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ : કોમ્યુનીટી માટે યોગદાન આપનાર 21 લોકોને એવોર્ડ અપાયા

લંડન : ગુરુપૂર્ણિમાના દિવસે બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટના એમ.પી.ચેરમેન શ્રી બોબ બ્લેકમેન ,ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમના રાજ રાજેશ્વર ગુરુજી ,દિલ્હી યુ.કે.વિઝા ને ઇમિગ્રેશન ડાયરેક્ટર શ્રી ડેવિડ રેરકલીફ ,ગુજરાતી મેટ્રો ન્યુઝપેપરના પ્રતિભાશાળી એડિટર શ્રી દિપક જોશી ,સંસ્કાર ટેલિવિઝન ચેનલના સી.ઈ.ઓ.શ્રી મનોજ ત્યાગી ,સાથે અનેક એમ.પી.ઓ ,કાઉન્સિલરો ,તથા લીડરોની હાજરીમાં 16 જુલાઈના રોજ બ્રિટિશ પાર્લામેન્ટ લંડનમાં ભવ્ય ગુરુપૂર્ણિમા તથા કોન્ટ્રીબ્યુશન ઈન ધ ગ્લોબલ કોમ્યુનિટી એવોર્ડ સમારંભ યોજાઈ ગયો.

થેમ્સ નદીના ખળખળ અવાજ બારીમાંથી આવવાની સાથે વેદોક્ત મંત્રોચ્ચાર થયા અને ભારતીય હિન્દૂ ગરિમાના સાંસ્કૃતિક નૃત્ય ,ગુરૂપુજન તથા તાળીઓના ગડગડાટ સાથે 21 ચુનંદા લોકોને એવોર્ડ અપાયા ભરચક્ક પાર્લામેન્ટના હોલમાં રાજ રાજેશ્વર ગુરુજીએ કહ્યું કે આ સમયે મારો સંદેશ " આપ સર્વે કાયદાનો અમલ કરો તો કાયદો તમને સાચવશે ".ગુજરાતી મેટ્રોના તંત્રી ( સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના જર્નાલિઝમના વિદ્યાર્થી ) શ્રી દિપક જોશીએ કહ્યું કે આજે બ્રિટિશ હિંદુઓ ,જૈન ,બુદ્ધિસ્ટ ,અને નેપાળીઓ માટે દિવ્ય દિવસ છે.આ પૂર્ણ ચંદ્રના શુદ્ધ દિવસે નિસ્વાર્થ રીતે લાખો વિદ્યાર્થીઓને જ્ઞાન અને સંસ્કાર આપનાર ગુરુજી તથા શિક્ષકોને ગુરુ વંદના કરવાનો દિવસ છે.ઇન્ટ સિધ્ધાશ્રમના ગુરુજીના અસીમ આશીર્વાદથી આ અદભૂત કાર્યક્રમ દિવ્ય રીતે ઉજવાયો

આ સમયે મૂળ રાજકોટના અને છેલ્લા 15-20 વર્ષથી યુ.કે.માં કોમ્યુનિટી કલાકારો માટે રાત દિવસ કામ કરનાર શ્રી ખેમરાજ જયદેવ ગોહિલને પણ એવોર્ડ અપાયો

આ પ્રસંગે યુ.કે.ભરમાંથી વિદ્વાનો પધાર્યા હતા.લેસ્ટરથી ,નોટીંગહામથી ,માન્ચેસ્ટરથી ,દૂર દૂરથી લોકો આવ્યા હતા તથા ભવ્ય પાર્લામેન્ટમાં પ્રોગ્રામ યોજાયો હતો.

(12:33 pm IST)