એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 21st July 2018

વર્ષોથી અમેરિકાના અંતરિયાળ વિસ્‍તારોમાં આરોગ્‍ય સેવાઓ આપતા ઇન્‍ડિયન અમેરિકન તબીબોને વહેલી તકે ગ્રીન કાર્ડ આપોઃ યુ.એસ. સેનેટમાં સેનેટર રોજર વિકરે મુકેલા બિલને (AAPI)નું સમર્થન

ઓહિયોઃ  અમેરિકન એશોશિેઅશન ઓફ ફીઝીશીઅન્‍સ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (AAPI ) ના કો-ચેર તથા ગવર્નીગ બોડી મેમ્‍બર ડો. સંપટ શિવાંગીએ તાજેતરમા઼  વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા તથા  છેવાડાના વિસ્‍તારોમાં તબીબી સેવાઓ પૂરી પાડતા ઇન્‍ડિયન અમેરિકન તબીબોને સ્‍પેશીયલ કેટેગરીમાં ગણી વહેલી તકે નાગરિકત્‍વ આપી દેવા અનુરોધ કર્યો છે.

આ બાબતે સેનેટમાં  સેનેટર રોજર વીકર દ્વારા મુકાયેલા બિલને સમર્થન  આપતા તેમણે જણાંવ્‍યુ હતું કે દેશના  અંતરિયાળ વિસ્‍તારોમાં આરોગ્‍ય સેવાઓ આપી રહેલા ઇન્‍ડિયન અમેરિકન તબીબો સેકન્‍ડ કલાસ કેટેગરીના નાગરિક તરીકે ગણાઇ રહ્યા છે. તેઓ  H -IB વીઝા ધરાવે છે. તેમને છેલ્લા  દસકા ઉપરાંત સમય વીતી જવા છતા હજુ સુધી નાગરિકત્‍વ અપાયુ નથી. ઇમીગ્રેશનના આવી રહેલા નવા  નિયમોના કારણે કદાચ તેમને વતનમાં પરત ફરવાની નોબત આવશે તેવું તેમણે ઉમેર્યુ હતુ.

 

(9:27 pm IST)