એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 21st May 2019

ઇન્ડિયન અમેરિકન શ્રી અમિત જાનીને ''હોરાઇઝન એવોર્ડ'': કોમ્યુનીટી પ્રજાજનોને પબ્લીક સર્વિસ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા બદલ APAICS દ્વારા કરાયેલી કદર

ન્યુજર્સીઃ યુ.એસ.સ્થિત એશિઅન પેસિફીક અમેરિકન ઇન્સ્ટીટયુટ ફોર કોંગ્રેશ્નલ સ્ટડીઝ (APAICS)એ ઇન્ડિયન અમેરિકન શ્રી અમિત જાનીને ''હોરાઇઝન એવોર્ડ'' આપી સન્માનિત કર્યા છે.

કોમ્યુનીટીના લોકોને પબ્લીક સર્વિસ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા જહેમત ઉઠાવવા તથા સમય ફાળવી માર્ગદર્શન આપવા માટે APAICSના પૂર્વ વોલન્ટીઅર્સને અપાતા આ એવોર્ડ માટે શ્રી જાનીની પસંદગી થઇ છે.

શ્રી જાની હાલમાં ન્યુજર્સી ગવર્નર ફીલ મુર્થીના વહીવટી વિભાગમાં સેવાઓ આપી રહ્યા છે. ઉપરાંત તેઓ નોનપ્રોફિટ તથા નોનપાર્ટીશન ઓર્ગેનાઇઝેશન ન્યુજર્સી લીડરશીપ પ્રોગ્રામના નેજા હેઠળ સાઉથ એશિઅન યુવા સમુહને ગવર્મેન્ટ તથા પોલિટીકસ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા મદદરૂપ થઇ રહ્યા છે.

APAICSના ઉપક્રમે સુશ્રી હેલન બેઉડ્રીયાને પણ ટ્રેલબ્રેઝર એવોર્ડ આપી સન્માનિત કરાયા છે.

ઉલ્લેખનીય છે કે શ્રી અમિત જાનીના પિતાશ્રી સ્વ.સુરેશભાઇ જાની OFBJP યુ.એસ.એ સાથે વર્ષો સુધી જોડાયેલા રહ્યા હતા. તથા પાયાના કાર્યકર તરીકે સેવાઓ આપી હતી. તેમના માતુશ્રી સુશ્રી દિપ્તિ બેન જાની akilanews.comના ન્યુજર્સી ખાતેના પ્રતિનિધિ છે.

(7:26 pm IST)