એન. આર. આઈ. સમાચાર
News of Monday, 21st May 2018

દરિયા કિનારે સેલ્‍ફી લેવા જતા જાન ગુમાવ્‍યોઃ ઓસ્‍ટ્રેલિયા સ્‍થિત ભારતીય સ્‍ટુડન્‍ટ અંકિતનું કરૂણ મોત

મેલબોર્નઃ વેસ્‍ટર્ન ઓસ્‍ટ્રેલિયાના દરિયાકિનારે ટેકરી ઉપર ઊભા રહી સેલ્‍ફી લેવાના મોહએ એક ભારતીય સ્‍ટુડન્‍ટનો ભોગ લીધો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ મિત્રો સાથે સુવિખ્‍યાત પરંતુ જોખમી ગણાતા તેવા પર્યટન સ્‍થળ અલ્‍બાની ટાઉન નજીક આવેલા દરિયાકિનારે ફરવા ગયેલો ભારતીય મૂળનો યુવાન ૨૦ વર્ષીય અંકિત એક ટેકરી ઉપર ઊભો રહી સેલ્‍ફી લઇ રહ્યો હતો ત્‍યારે પગ લપસવાથી બેલેન્‍સ ગુમાવતા ૪૦ ફુટ નીચે આવેલા દરિયામાં પડી ગયો હતો. તેનો મૃતદેહ રેસ્‍કયુ હેલિકોપ્‍ટર દ્વારા શોધખોળ કરી ૧ કલાક બાદ મેળવી શકાયો હતો. પોલીસ ડીપાર્ટમેન્‍ટ દ્વારા મૃતક યુવાનના વાલીનો સંપર્ક કરવાની કોશિષ ચાલુ હોવાનું જાણવા મળે છે.

(8:35 pm IST)