News of Friday, 18th May 2018
ઇંગ્લાંડ સ્થિત ભારતીય મૂળની મહિલા કેમિસ્ટ ૪૬ વર્ષીય જેસિકા પટેલની હત્યાઃ નિવાસ સ્થાનમાંથી મળી આવેલા મૃતદેહના ફોરેન્સિક રિપોર્ટના આધારે પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા તપાસના ચક્રો ગતિમાન
લંડનઃ ઉત્તર ઇંગ્લેન્ડના મિડલ્સ બોરો વિસ્તારમાં રહેતી એક ભારતીય મૂળની મહિલા ફાર્માસીસ્ટ ૪૬ વર્ષીય જેસિકા પટેલનો મૃતદેહ સોમવારના રોજ તેના નિવાસ સ્થાનમાંથી મળી આવ્યો છે. તેની હત્યા થવાથી પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા ગુરૂવારના મહિલાના મોતનું કારણ હજુ સુધી જાહેર કરાયું નથી. ફોરેન્સિક ડીપાર્ટમેન્ટ ટીમ તથા નિષ્ણાંતો દ્વારા મહિલાની હત્યાનું કારણ જાણવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે.
મૃતક મહિલા તેના પતિ મિતેષ સાથે કેમિસ્ટની દુકાન ચલાવતી હતી. બંને માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારે પરિચય થયો હતો. મહિલાના મૃત્યુ અંગે કોઇને જાણકારી હોય તો પોલીસ ડીપાર્ટમેન્ટને જાણ કરવા વિનંતી કરાઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(10:53 pm IST)