દુબઇમાં ૫ વર્ષીય ઇરાની બાળકી સાથે શારિરીક અડપલાઃ ભારતીય મૂળના ૪૬ વર્ષીય પુરૂષ વિરૂધ્ધ ફરિયાદ
દુબઇઃ દુબઇમાં પાંચ વર્ષની ઇરાની બાળકીની શારિરીક છેડછાડ કરવાનો આરોપ ભારતીય મૂળના ૪૬ વર્ષીય પુરૂષ ઉપર મુકવામાં આવ્યો છે.તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.
સ્થાનિક સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળતી વિગત મુજબ કોર્ટમાં રજુ કરાયેલા દસ્તાવેજોના આધારે જણાવાયું છે કે અલ બરશામાં રહેતા ભારતીય મૂળના ૪૬ વર્ષીય પુરૂષએ પોતાના ઘરની બહાર રમી રહેલી એક પાંચ વર્ષની બાળકીને તેડી લઇ તેના હોઠ ઉપર કિસ કરી છેડછાડ કરી હતી. પાર્કિગમાં અન્ય બાળકીઓ સાથે રમી રહેલી આ ઇરાની બાળકી સાથે તેણે બે વખત આવો દુર્વ્યવહાર કર્યો હોવાનો આરોપ છે.
બાળકીની માતાને ૮ માર્ચના રોજ આ બાળતની જાણ થતા તેમના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જો કે આરોપીએ અદાલતમાં આવો વહેવાર કર્યાનો ઇન્કાર કર્યો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.