અમેરિકાની યુનિવર્સિટી ઓફ અલાસ્કા ફેરબેન્કના એકઝીકયુટીવ વાઇસ ચાન્સેલર તરીકે સુશ્રી અનુપમા પ્રકાશની નિમણુંક
અલાસ્કાઃ યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ અલાસ્કા ફેરબેન્કના ઇન્ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર સુશ્રી અનુપમા પ્રકાશની નિમણુંક આગામી અધિકારી તથા એકઝીકયુટીવ વાઇસ ચાન્સેલર તરીકે થઇ છે.
યુનિવર્સિટીના ચાન્સેલર ડેનિઅલ વ્હાઇટએ ૧૧મે ૨૦૧૮ના રોજ કરેલી ઉપરોક્ત ઘોષણા બદલ સુશ્રી અનુપમાએ પોતાને આ હોદા ઉપર સેવા કરવાની તક મળવાથી આનંદ વ્યક્ય કર્યો હતો. તેમણે યુનિવર્સિટીને એકેડેમિક તેમજ સંશોધન ક્ષેત્રે નવી ઊંચાઇના શિખરો સર કરાવવાની નેમ વ્યક્ત કરી હતી.
તેઓ ૨૦૦૨ની સાલથી યુનિવર્સિટીમાં જુદા જુદા હોદાઓ સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ અર્થ સાયન્સ સાથે ડોકટરેટ ડીગ્રી ધરાવે છે.તથા જીઓલોજી સાથે માસ્ટર ડીગ્રી અને જીઓલોજી, ઝુલોજી, તથા બોટની સાથે બેચલર ડીગ્રી ધરાવે છે તેઓ વર્તમાન વાઇસ ચાન્સેલર ટુંક સમયમાં નિવૃત થયે હોદો સંભાળશે.