એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 19th May 2018

H-1B વીઝા ધારકોના જીવનસાથીનો કામ કરવાનો અધિકાર ચાલુ રાખોઃ ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસવુમન સુશ્રી પ્રમિલા જયપાલની આગેવાની હેઠળ હોમલેન્‍ડ સિકયુરીટી સેક્રેટરી સમક્ષ લેખિત રજુઆતઃ ૧૩૦ ડેમોક્રેટ તથા રિપબ્‍લીકન સાંસદોએ સહી કરી આપી

વોશીંગ્‍ટનઃ યુ.એસ.સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન મહિલા કોંગ્રેસવુમન સુશ્રી પ્રમિલા જયપાલની આગેવાની હેઠળ ૧૩૦ ડેમોક્રેટ તથા રિપબ્‍લીકન પાર્ટીના સાંસદોએ ટ્રમ્‍પ વહીવટી તંત્રને H-4 વીઝા ધારકોનો કામ કરવાનો અધિકાર ચાલુ રાખવા રજુઆત કરી છે.

પૂર્વ પ્રેસિડન્‍ટ બરાક ઓબામાએ ૨૦૧૫ની સાલમાં H-1B વીઝા ધારકોના જીવનસાથીને પણ કામ કરવાનો અધિકાર આપ્‍યો હતો. જે વર્તમાન પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા રદ કરવામાં આવનાર હોવાથી ૭૦૦૦૦ જેટલી H-4 વીઝાધારક મહિલાઓનો કામ કરવાનો અધિકાર છીનવાઇ જાય તેમ છે. જેમાં ૯૩ ટકા ભારતીય મહિલાઓ છે.જેઓ જુદા જુદા ક્ષેત્રે વિશિષ્‍ટતા ધરાવતી કુશળ કર્મચારીઓ છે.

જેથી આ H-4 વીઝા ધારકોનો કામ કરવાનો અધિકાર કે જે જુન માસમાં છીનવાઇ જવાની શક્‍યતા છે તે અધિકારી ચાલુ રાખવા ગયા સપ્તાહમાં સુશ્રી પ્રમિલા જયપાલ સહિત ૧૩૦ કોંગ્રેસમેનની સહી સાથે સેક્રેટરી ઓફ હોમલેન્‍ડ સિકયુરીટીને પત્ર લખી રજુઆત કરાઇ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:50 pm IST)