એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 17th May 2018

‘‘યુ.કે.ઇન્‍ડિયા વીક'': બ્રિટનમાં આગામી ૧૮ જુનથી ૨૨ જુન ૨૦૧૮ દરમિયાન કરાયેલું આયોજનઃ બંને દેશો વચ્‍ચેના વ્‍યાવસાયિક સંબંધોને વેગ આપવાનો હેતુ

લંડનઃ બ્રિટનમાં આગામી ૧૮ જુનથી ૨૨ જુન ૨૦૧૮ દરમિયાન સૌપ્રથમવાર યુ.કે.તથા ઇન્‍ડિયા વચ્‍ચે વ્‍યાવસાયિક તથા રોકાણો વિષયક સંબંધોને વેગ આપવા ‘‘યુ.કે.ઇન્‍ડિયા વીક''નું આયોજન કરાયું છે.

લંડન તથા બાલિંગ હામશાયર મુકામે યોજાનારા આ વીકમાં બંને દેશના મિનીસ્‍ટર્સ તથા પ્રોફેશ્‍નલશ હાજરી આપશે તેમજ બંને દેશો વચ્‍ચેના સંબંધો ગાઢ બનાવવાામાં વિશિષ્‍ટ યોગદાન આપનાર વ્‍યક્‍તિઓને એવોર્ડ આપી સન્‍માનિત કરાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:02 pm IST)