એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 21st March 2019

લોકસભા ચૂંટણી પ્રક્રિયા સબંધી મનમાં છે કોઈ સવાલ? ટ્વિટર પર જવાબ આપશે ચૂંટણી પંચ

 

નવી દિલ્હી :લોકસભા ચૂંટણી તડામાર તૈયારી વચ્ચે ચૂંટણી પંચ નિષ્પક્ષ અને ચુસ્ત આચાર સંહિતાના પાલન સાથે ચૂંટણી કરાવવા સજ્જ છે 17મી લોકસભાની રચના માટે ચૂંટણી સાત ચરણમાં સંપન્ન થશે. પહેલા ચરણ માટે 11 એપ્રિલ અને અંતિમ ચરણ માટે 19 મેના રોજ મતદાન થશે.
  
ભારતમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા 2014ની તુલનામાં અનેકગણી વધી ગઈ છે. કારણે, વખતે એનક રાજકીય પાર્ટીઓ ટ્વિટર જેવા પ્લેટફોર્મ પર મુકાબલો કરી રહી છે

ઈન્ટરનેટ પર લોકોની વધતી સંખ્યાને જોતાં ચૂંટણી પંચ પણ પ્લેટફોર્મ પર આવ્યું છે. જો આપના મનમાં ચૂંટણીની પ્રક્રિયાથી સંબંધિત કોઈ સવાલ છે તો તમે ટ્વિટરના માધ્યમથી સીધા ચૂંટણી પંચને તે સવાલ પૂછી શકો છો

  ચૂંટણી પંચે ટ્વિટર હેન્ડલ @ECISVEEP શરૂ કર્યું છે. પંચે #DeshKaMahaTyohar હેશટેગ સાથે લોકોને જાગૃત કરવા માટે પોતાના વીડિયો પોસ્ટ કરવાની પણ શરૂઆત કરી દીધી છે.
પહેલા લોકોના સવાલોના જવાબ આપવા માટે ચૂંટણી પંચે એક એપ અને હેલ્પલાઇન નંબર શરૂ કર્યા હતા. હવે ટ્વિટરના માધ્યમથી લોકોને જવાબ આપવા માટે ચૂંટણી પંચના વખાણ થઈ રહ્યા છે.

જો તમે ફોન કરીને સવાલ નથી પૂછવા માંગતા તો તમે ટ્વિટર દ્વારા ચૂંટણી પંચને સીધા સવાલ પૂછી શકો છો

(12:52 am IST)