એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 21st March 2019

કેનેડા ના રાજકારણમાં નવા ઇતિહાસનું સર્જન : દેશના સૌથી મોટા ગણાતા વિરોધપક્ષના પ્રાંતિય લીડર તરીકે ચૂંટાઇ આવતા સૌપ્રથમ ઇન્ડો કેનેડીયન શ્રી જગમીત સિંઘ : હાઉસ ઓફ કોમન્સમાં પ્રવેશ સમયે ભાવભર્યુ સ્વાગત

ઓટાવા : કેનેડાના રાજકારણના ઇતિહાસમાં ઇન્ડો કેનેડીયન પાઘડીધારી શીખ શ્રી જગમીત સિંઘએ નવા ઇતિહાસનું સર્જન કર્યુ છે. સોમવારે તેઓ હાઉસ ઓફ કોમન્સમાં દેશની સૌથી મોટી ત્રીજા નંબરની ગણાતી વિરોધ પક્ષીય પાર્ટીના સૌપ્રથમ અશ્વેત લીડર તરીકે પ્રવેશ્યા ત્યારે સહુએ તેમનું ભાવભર્યુ સ્વાગત કર્યુ હતું.

જોગાનુજોગ તેમનો હાઉસ ઓફ કોમન્સમાં પ્રવેશ તેવા સમયે હતો જ્યારે પ્રાઇમ મિનીસ્ટર જસ્ટીન ટ્રુડોની મિનીસ્ટ્રીમાં એક સિનીયર મહિલા સાંસદનો સમાવેશ કરાયો હતો.

૪૦ વર્ષીય શ્રી જગમીત સિંઘ રપ  ફેબ્રુ.ના રોજ તેમની ન્યુ ડેમોક્રેટીક પાર્ટીની ફેડરલ પેટા ચૂંટણીમાં સૌપ્રથમ અશ્વેત લીડર તરીકે ચૂંટાઇ આવ્યા હતાં તથા તે સમયે તેમણે ન્યુઝીલેન્ડની ર મસ્જીદમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડી કાઢી પ૦ મૃતકોને શ્રધ્ધાંજલી આપી હતી તથા તેમનો દેશ આતંકવાદને નાથવામાં ન્યુઝીલેન્ડ સાથે હોવાનું જણાવ્યું હતું.

પ્રાઇમ મિનીસ્ટર જસ્ટીન ટ્રુડોએ શ્રી જગમીત સિંઘના હાઉસ ઓફ કોમન્સમાં આગમનને અભિનંદન આપી વધાવ્યું હતું.

(11:44 am IST)