એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 21st March 2018

H-1B વીઝાધારકોની પત્‍ની અથવા પતિનો કામ કરવાનો અધિકાર યથાવત રાખોઃ USમાં ટ્રમ્‍પ શાસન દ્વારા H-4B વીઝા ધારકોની વર્ક પરમીટ રદ કરવા ગતિમાન થયેલા ચક્રો વિરૂધ્‍ધ રજુઆતઃ ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રોખન્‍ના સહિત ૧૫ લો મેકર્સએ ડીપાર્ટમેન્‍ટ ઓફ હોમલેન્‍ડ સિકયુરીટીને પત્ર લખ્‍યોઃ ૧૫ સ્‍ટેટના ૫૩ પ્રતિનિધિઓએ સહી કરી આપી

વોશીંગ્‍ટન ડીસીઃ યુ.એસ.માં H-1B વીઝાના આધારે ગયેલા વ્‍યક્‍તિની પત્‍ની અથવા પતિને કામ કરવાનો અધિકાર પાછો ખેંચવા વિરૂધ્‍ધ ૧૫ લો મેકર્સએ ડીપાર્ટમેન્‍ટ ઓફ હોમલેન્‍ડ સિકયુરીટીને પત્ર લખ્‍યો છે જેમાં ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન રો ખન્‍નાએ પણ સહી કરી છે.

પત્રમાં જણાવાયા મુજબ અમેરિકાના અમુક વિસ્‍તારો એવા છે કે જયાં મોટા પ્રમાણમાં ઉચ્‍ચ તકનીકી ધરાવતા H-1B વીઝા  ધારકો રહે છે જેવા કે સિલીકોન વેલ્લી કે  જયાં એક જ વ્‍યક્‍તિની આવકથી ઘર નિર્વાહ ચલાવવો મુશ્‍કેલ છે. એટલું જ નહીં આ વીઝા ધારકોના પતિ અથવા પત્‍ની પણ ઉચ્‍ચ લાયકાત ધરાવનારા હોય છે. જેઓની સેવાઓની યુ.એસ.માં જરૂર છે.

આ પત્રમાં ૧૫ સ્‍ટેટના ૫૩ પ્રતિનિધિઓએ સહી કરી છે. તથા કામ કરવાનો અધિકાર પાછો નહીં ખેચવા વિનંતી કરી છે. તેમજ પૂર્વ પ્રેસિડન્‍ટ બરાક ઓબામાએ H-4 વીઝા  ધારકોને વર્ક પરમીટ આપવાની કરેલી જોગવાઇ રદ નહીં કરવા વિનંતી કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:10 pm IST)