એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 21st March 2018

યુ.એસ.માં શિકાગો સ્‍થિત ભારતના કોન્‍સ્‍યુલ જનરલ સુશ્રી નિતા ભૂષણે પતિશ્રી અનુરાગ ભૂષણની અમેરિકાની મુલાકાત પ્રસંગે સત્‍કાર સમારંભ યોજયોઃ અગ્રણી કોમ્‍યુનીટી લીડર્સ, વ્‍યાવસાયિકો, સહિત જુદા જુદા ક્ષેત્રોના આગેવાનોએ હાજરી આપી

શિકાગોઃ યુ.એસ.માં શિકાગો સ્‍થિત ભારતના કોન્‍સ્‍યુલ જનરલ સુશ્રી નિતા ભૂષણએ ૧૧ માર્ચ ૨૦૧૮ રવિવારના રોજ ભારત સ્‍થિત તેમના પતિ શ્રી અનુરાગ ભૂષણના અમેરિકા મુલાકાતને અનુલક્ષીને સત્‍કાર સમારંભનું આયોજન કર્યુ હતું. શ્રી અનુરાગ ભૂષણ ભારત સરકારની મિનીસ્‍ટ્રી ઓફ એક્ષટર્નલ અફેર્સમાં જોઇન્‍ટ સેક્રેટરી તરીકે સેવાઓ આપે છે.

સુશ્રી નિતા ભૂષણના નિવાસ સ્‍થાને સાંજે ૬ કલાકે યોજાયેલા આ સત્‍કાર સમારંભમાં જુદા જુદા ક્ષેત્રોના આગેવાનો, અગ્રણી કોમ્‍યુનીટી લીડર્સ, તેમજ વ્‍યાવસાયિકોએ હાજરી આપી હતી.

આ તકે ભૂષણ દંપતિએ સહુનુ સ્‍વાગત કર્યુ હતું. બંને પોતાની ફરજના કારણે જુદા જુદા દેશમાં રહેતા હોવા છતા તેમણે દામ્‍પત્‍ય જીવનને મજબુત પણે ટકાવી રાખ્‍યુ હોવાની પ્રતિતી કરાવી હતી. તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી દ્વારા જાણવા મળે છે.

(9:56 pm IST)