એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 21st March 2018

ઘરેલુ હિંસા, હયુમન ટ્રાફિકીંગ, અપશબ્‍દો, તથા બહિષ્‍કારનો ભોગ બનતી મહિલાઓ માટે કાર્યરત યુ.એસ.ની નોનપ્રોફિટ સંસ્‍થા ‘‘મૈત્રી'': ૩ માર્ચના રોજ કેલિફોર્નિયામાં યોજાયેલા ૨૭ મા વાર્ષિક મહિલા સશક્‍તિકરણ પ્રોગ્રામમાં દાતાઓએ ૬,૫૦,૦૦૦ ડોલરનું ફંડ ભેગુ કરી દીધુ

કેલિફોર્નિયાઃ ઘરેલુ હિંસા, હયુમન ટ્રાફિકીંગ, અપશબ્‍દો તથા બહિષ્‍કારનો ભોગ બનતી મહિલાઓને મદદરૂપ થતી તેમના સશકિતકરણ માટે કાર્યરત નોનપ્રોફિટ ‘‘મૈત્રી''ના ઉપક્રમે તાજેતરમાં ૩ માર્ચ ૨૦૧૮ના રોજ યુ.એસ.ના પાલો અલ્‍ટો, કેલિફોર્નિયા મુકામે ૨૭મો વાર્ષિક મહિલા સશક્‍તિકરણ પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં સિલીકોન વેલ્લીના ચિફ એકઝીકયુટીવ ઓફિસરો, વ્‍યાવસાયિકો, કોમ્‍યુનિટી લીડર્સ સહિતનાઓએ હાજર રહી ૬,૫૦,૦૦૦ ડોલરનું ડોનેશન ભેગુ કરી દીધુ હતુ તથા સાન ફ્રાન્‍સિસ્‍કો બે એરીઆ સ્‍થિત નોનપ્રોફિટ ‘મૈત્રી'ને મદદરૂપ થવાનો સંતોષ મેળવ્‍યો હતો. તેવું TVAsia ન્‍યુઝપેપર દ્વારા જાણવા મળે છે

(9:54 pm IST)