એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 21st March 2018

‘‘ઉમિયા માતાજી કી જય'': યુ.એસ.માં UMSCMના ઉપક્રમે ૭ માર્ચ ૨૦૧૮ના રોજ વેસ્‍ટ શિકાગો ખાતે ઉમિયા માતાજી મંદિરે ઉજવાયો લોકપ્રિય તહેવાર ‘‘હોળી'': રંગોની છોળો, માતાજીની આરતી, તથા રાસ, ભજન,કિર્તનનો ૫૦૦ ઉપરાંત ભાવિકોએ લાભ લીધો

શિકાગોઃ યુ.એસ.માં ઉમિયા માતાજી સંસ્‍થા શિકાગો મિડવેસ્‍ટ (UMSCM) ના ઉપક્રમે ૩ માર્ચ ૨૦૧૮ શનિવારના રોજ ભારતીયોનો લોકપ્રિય તહેવાર ‘હોળી' ઉજવાઇ ગયો. જેમાં ભારે ઠંડી વચ્‍ચે પણ ૫૦૦ ઉપરાંત ભાવિકો ઉમટી પડયા હતા. સહુએ દર્શન કરી રંગે રમવાનો આનંદ માણ્‍યો હતો.

બાદમાં કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજી સમક્ષ સહુએ આરતી કરી ભજનો,રાસ ગાયા હતા. તેમજ આ પ્રસંગે ‘‘શ્રી ઉમિયા માતાજી કી જય''ના નાદથી આકાશ ગૂંજી ઉઠયુ હતુ.

UMSCM દ્વારા વેસ્‍ટ શિકાગોમાં આવેલા ચર્ચની જમીન ૧.૪ મિલીયન ડોલરના ખર્ચે ખરીદ કરવામાં આવી છે. જેની ૮ એકર ઉપરાંતની વિશાળ જગ્‍યામાં હાલમાં ૮ હજાર સ્‍કવેર ફુટનું બાંધકામ છે. જયાં સૌપ્રથમ ઉમિયા માતાજીનું મંદિર, તથા કોમ્‍યુનીટી સેન્‍ટર બાંધવાની સાથે સાંસ્‍કૃતિક, શૈક્ષણિક, સામાજીક, ધાર્મિક, સહિતની પ્રવૃતિનું કડવા પાટીદારો માટે આયોજન કરાયું છે. તેવું સુશ્રી ઉષા તથા શ્રી સુરેશ બોડીમાલાની દ્વારા જાણવા મળે છે.

(9:53 pm IST)