એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 21st March 2018

‘‘વેવાણ નંબર વન'': યુ.એસ.માં ‘‘ભારતીય સિનીયર સિટીઝન્‍શ ઓફ શિકાગો''ના ઉપક્રમે દર્શાવાયેલુ પરિવાર લક્ષી કોમેડી નાટક

શિકાગોઃ યુ.એસ.માં ૧૬ માર્ચ ૨૦૧૮ શુક્રવારના રોજ ભારતીય સિનીયર સિટીઝન્‍શ ઓફ શિકાગોના (BSC) ઉપક્રમે કોમેડી નાટક વેવાણ નં.૧ દર્શાવાયુ હતું. જેનો એક હજાર ઉપરાંત દર્શકોએ આનંદ માણ્‍યો હતો.

કાર્યક્રમની શરૂઆત BSC સેક્રેટરી સુશ્રી રક્ષિતા અંજારીયા દ્વારા ગણેશ વંદનાથી થઇ હતી. બાદમાં પ્રોગ્રામના સ્‍પોન્‍સર્સના વરદ હસ્‍તે દીપ પ્રાગટય કરાયું હતું. જેમાં શ્રી તુષાર મહેતા (ફાર્મસી પ્રોફેશ્‍નલ) શ્રી નિમેશ જાની (સ્‍કમબર્ગ ટાઉનશીપ ટ્રસ્‍ટી) તથા શ્રીમતિ જાની શ્રી સુર્યકાંત પટેલ (ગુજરાતી સમાજના પૂર્વ પ્રેસિડન્‍ટ તથા શ્રી અંકિત પટેલ (વિલો લેક ફાર્મસી) ઉપરાંત BSC ટ્રેઝરર  શ્રી મદારસંગ ચાવડા, વાઇસ પ્રેસિડન્‍ટ શ્રી વિઠલભાઇ બલાર, મિડવેસ્‍ટ શ્રી સ્‍વામિનારાયણ મંદિરના ટ્રસ્‍ટી તથા પ્રેસિડન્‍ટ શ્રી જગદીશભાઇ શાહ તથા BSC ટ્રસ્‍ટી શ્રી પરસોતમ પંડયા જોડાયા હતા.

બાદમાં દર્શકોને ખડખડાટ હસાવતું પરિવારલક્ષી નાટક ‘‘વેવાણ નબર વન'' દર્શાવાયુ હતુ. જેમાં ફિરોઝ ભગત તથા અપરા મહેતાની ટીમએ દર્શકોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. વચ્‍ચેના સમયમાં BSC સેક્રેટરીએ કમિટી મેમ્‍બર્સને સ્‍ટેજ ઉપર બોલાવી તેમનો પરિચય કરાવ્‍યો હતો. તેવું શ્રી સુરેશ શાહ દ્વારા જાણવા મળે છે.

(9:52 pm IST)