એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 20th March 2018

ભારતથી ૩ સપ્તાહ માટે અમેરિકાના પ્રવાસે ગયેલા મહિલા વ્‍યાવસાયિકોના પ્રતિનિધિ મંડળનું USINPAC દ્વારા જાજરમાન સ્‍વાગત કરાયુ

વોશીંગ્‍ટનઃ ભારતથી ૩ સપ્તાહ માટે અમેરિકાના પ્રવાસે ગયેલા મહિલા વ્‍યાવસાયિકોના પ્રતિનિધિ મંડળનું વોશીંગ્‍ટન ખાતે USINPAC એ જાજરમાન સ્‍વાગત કર્યુ હતું. પ્રતિનિધિ મંડળ માટે યોજાયેલા સ્‍વાગત સમારંભમાં મહિલાઓને આર્થિક વિકાસમાં ગ્રોથ એન્‍જીન તરીકે કામ કરવા બદલ બિરદાવાઇ હતી. સાથોસાથ અમેરિકામાં વસતા ૩.૨ મિલીયન જેટલા ભારતીયોના પ્રશ્નોને વાચા આપતા નોન પ્રોફિટ પોલિટીકલ સંગઠન વિષે શ્રી સંજય પૂરીએ માહિતી આપી હતી.

પ્રતિનિધિ મંડળમાં બિટગીવીંગ ceo સુશ્રી ઇશિતા આનંદ, સુશ્રી મેઘા ભગત, સુશ્રી તબીશ હબીબ, સુશ્રી સંયુકતા મુખરજી, સુશ્રી તમન્‍યા મુખરજી, સુશ્રી રાજશ્રી સાંઇ, સુશ્રી રેબેકા મારીઆ, સહિતનાઓનો સમાવેશ થતો હતો.

સ્‍વાગત સમારંભમાં બંને દેશો વચ્‍ચેના રોકાણો વધારવા, નાના તથા મધ્‍યમ ઉદ્યોગોને પ્રોત્‍સાહિત કરવા, રોજગારીનું સર્જન કરવા, સ્‍કિલ ડેવલપમેન્‍ટ, સહિતની બાબતો સાથે બંને દેશોવચ્‍ચેનો નાતો દૃઢ કરવાની નેમ વ્‍યક્‍ત કરાઇ હતી. તેવું USINPAC દ્વારા જાણવા મળે છે.

(9:51 pm IST)