એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 17th March 2018

વેટીકન સીટીના વડા ધર્મગુરૂ પોપ ફ્રાન્‍સીન આ વર્ષે ભારતની મુલાકાતે આવશેઃ ન્‍યુ દિલ્‍હીમાં અહિંસા વિશ્વ ભારતીના ઉપક્રમે યોજાનાર આંતર રાષ્‍ટ્રિય ઇન્‍ટરફેથ કોન્‍ફરન્‍સમાં ભાગ લેશેઃ ભારતના રાષ્‍ટ્રપતિ, વડાપ્રધાન તેમજ વિશ્વના અન્‍ય નેતાઓને પણ આમંત્રણ અપાશે

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) વિશ્વ પ્રસિધ્‍ધ જૈન આચાર્ય અને ન્‍યુ દિલ્‍હીમાં અહિંસા વિશ્વ ભારતી નામની સંસ્‍થાના સ્‍થાયકડો લોકેશ મુનીજીની આગેવાની હેઠળ એક ઉચ્‍ચ કક્ષાનુ પ્રતિનિધિ મંડળ માર્ચ માસની ૭મી તારીખને બુધવારે વેટીકન સીટી ખાતેના પરમેશ્વરની પવિત્રતા સમકક્ષ ગણાતા સર્વોચ્‍ચ ધાર્મિક નેતાને મળ્‍યુ હતુ અને આ પ્રસંગે ડો લોકેશ મુનીજીએ ન્‍યુ દિલ્‍હીમાં યોજાનાર આંતર રાષ્‍ટ્રિય ઇન્‍ટરફેથ કોન્‍ફરન્‍સમાં હાજર રહી તેમાં ભાગ લેવા માટે અનુરોધ કર્યો હતો આ પ્રસંગે નામદારપોપે પોતાને આપવામાં આવેલ આમંત્રણનો ઔપચારિક રીતે સ્‍વીકાર કર્યો હતો અને તેઓ આ અંગે ટૂકમાં જણાવશે એવુ જણાવ્‍યુ હતું. આવા પ્રસંગોએ મને ભારત આવવું ગમશે અને તેવો મારો પ્રયાસ રહેશે એવું તેમણે વધારામાં જણાવ્‍યુ હતુ.

વેટીકન સીટીમાં યોજવામાં આવેલ આ પારસ્‍પરિક મીટીગમાં વિશ્વશાંતિ ધાર્મિક સહિષ્‍ણુતા, પર્યાવરણ અંગે સુરક્ષા તેમજ માનવ કલ્‍યાણ અર્થે આંતર રાષ્‍ટ્રિય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને વિશ્વશાંતિ માટે ઇન્‍ટરફેથ કોન્‍ફરન્‍સ અગત્‍યનો ભાગ ભજવશે એવું તેમણે વધારામાં જણાવ્‍યુ હતું.

આચાર્ય લોકેશ મુનીજીએ નામદાર પોપ સાથેની ચર્ચામાં જણાવ્‍યુ હતુ કે સાથેની ચાર્ચમાં જણાવ્‍યુ હતુ કે ભારત બહુસાંસ્‍કૃતિક ધરાવતો દેશ છે અને ત્‍યા આગળ વિવિધ સમુદાયો ધર્મો તથા ધર્મોની માન્‍યતાઓ તેમજ સંસ્‍કૃતિના લોકો પ્રેમ અને સંવાદિતા સાથે પોતાનું જીવન વ્‍યતિત કરે છે અને તેમણે અંતમાં જણાવ્‍યુ હતુ કે વિશ્વ શાંતિ અને સંવાદિતાના વિશ્વભક્‍તિ સંદેશ તેમજ અહિંસા દ્વારા નવી દિલ્‍હીમાં યોજાનારી આંતરરાષ્‍ટ્રિય ઇન્‍ટરફેથ કોન્‍ફરન્‍સમાં માનનીય પોતાની ભાગીદારથી વૈશ્વિકસ્‍તરે સારી એવી અસર થશે. આ પ્રસંગે ભારતના રાષ્‍ટ્રપતિ, વડાપ્રધાન તેમજ વિશ્વના અન્‍ય નેતાઓને પણ આ કોન્‍ફરન્‍સમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવામાં આવશે.

(11:03 pm IST)