News of Friday, 21st February 2020
ઇન્ડિયન અમેરિકન એટર્ની સુશ્રી રાની સિંઘએ સાન ફ્રાન્સિસ્કો સુપિરિયર કોર્ટ જજ તરીકે ઉમેદવારી નોંધાવી
સાન ફ્રાન્સિસ્કો : ઇન્ડિયન અમેરિકન એટર્ની સુશ્રી રાની સિંઘએ સાન ફ્રાન્સિસ્કો સુપિરિયર કોર્ટ સીટ નં 21 જજ તરીકે ઉમેદવારી નોંધાવી છે.તેઓ સાન ફ્રાન્સિસ્કો કમિશનર દિનેશસિંઘના પુત્રી છે.અને હાલમાં આસિસ્ટન્ટ ડીસ્ટ્રીકટ એટર્ની તરીકે કાર્યરત છે .
સાન ફ્રાન્સિસ્કોમાં જન્મેલા સુશ્રી સિંઘએ આ હોદા ઉપર ચૂંટણી લડવા અંગે જણાવ્યું હતું કે તેઓ સત્યને ન્યાય મળે તે માટે વારસાગત રીતે કાર્યરત છે.તેથી યોગ્ય ન્યાય આપવાની ઉમ્મીદ ધરાવે છે.તેમને પૂર્વ મુખ્ય જજ જોહન સ્ટેવર્ટનું સમર્થન છે.
(1:38 pm IST)