એન. આર. આઈ. સમાચાર
News of Friday, 22nd May 2020

સ્ટુડન્ટ્સ વિઝાને વધુ આકર્ષક બનાવો : યુ.કે.ને શિક્ષણ માટેનું આંતર રાષ્ટ્રીય હબ બનાવો : કેમ્બ્રિજ ,કાર્ડિફ ,સહિતની 24 યુનિવર્સીટીઓની સરકારને અપીલ

લંડન : વિદેશોની યુનિવર્સીટીઓ સાથેની સ્પર્ધામાં ટકી રહેવા માટે યુ.કે.ની 24 યુનિવર્સીટીઓના સમૂહે સ્ટુડન્ટ્સ વિઝાને વધુ આકર્ષક બનાવવા સરકારને અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે યુ.કે.સરકાર સ્ટુડન્ટ વિઝા પુરા થયા બાદ 2 વર્ષ માટે પોસ્ટ સ્ટડી વર્કની સવલત આપે છે.જેને ખુબ પ્રતિભાવ મળી રહ્યો છે.તેમછતાં વર્તમાન સંજોગોને ધ્યાને લઇ સ્ટુડન્ટ્સ વિઝા વધુ આકર્ષક બનાવવા માટે તેમજ યુ.કે.ને શિક્ષણ માટેનું આંતર રાષ્ટ્રીય હબ બનાવવા માટે  કેમ્બ્રિજ યુનિવર્સીટી ,લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ,કાર્ડિફ યુનિવર્સીટી ,સહિતના 24 શૈક્ષણિક સંસ્થાનોએ સરકારને ઉપરોક્ત અનુરોધ કર્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:02 pm IST)