એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 13th August 2019

શ્રી સ્વામિનારાયણ ગુરૃકુળ યુએસએ પરામસ, ન્યુજર્સી મુકામે રપ ઓગસ્ટ રવિવારે ''શ્રી કૃષ્ણ જન્માષ્ટમી'' ઉત્સવ ઉજવાશેઃ કિર્તન-ભકિત, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાગટય ઉત્સવ, ગ્રૃપ રાસ, મહિલા મંચ તથા મહાપ્રસાદ સાથે શ્રીકૃષ્ણ જન્મ વધાવાશે

         (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ શ્રી સ્વામિનારાયણ ગુરૃકુળ USA પરામસ ન્યુજર્સીના ઉપક્રમે આગામી 25 ઓગ. 2019 રવિવારના રોજ 'શ્રી કૃષ્ણ જન્માષ્ટમી'' ઉત્સવ ઉજવાશે.

         શ્રી સ્વામિનારાયણ ગુરૃકુળ ન્યુજર્સી 205 સ્પ્રિંગ વેલ્લી રોડ, પરામસ ન્યુજર્સી મુકામે થનારી ઉજવણીનો સમય બપોરે 4-30 વાગ્યાથી  રાત્રિના 8 વાગ્યા સુધીનો રહેશે. જે અંતર્ગત બપોરે 4-30 થી 5-15 દરમિયાન કિર્તન ભકિત, 5-15 થી 5-45 સાંસ્કૃતિક કાર્યક્રમો, 5-45 થી 6 વાગ્યા દરમિયાન પ્રાગટય ઉત્સવ કથા, સાંજે 6 વાગ્યાથી 6-15 વાગ્યા સુધી પ્રાગટય ઉત્સવ, 6-15 થી 6-30 ગૃપ રાસ, 6-30  થી 7  વાગ્યા સુધી આરતી-સ્તુતિ 7 વાગ્યાથી 7-30 દરમિયાન મહિલા મંચ  તથા 7 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા દરમિયાન મહાસપ્રસાદનું આયોજન કરાયું છે.

         વિશેષ માહિતી માટે કોન્ટેક નં. (347) 533-3969  દ્વારા અથવા ઇમેલ nj@gurukul.us દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(10:59 pm IST)