એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 14th March 2019

કરતારપુર કોરીડોર મારફત પાકિસ્તાન જવા ઇચ્છુક યાત્રાળુઓ માટે વીઝા ફ્રી પ્રવાસનો પ્રસ્તાવ મુકતું ભારતઃ દરરોજ પાંચ હજાર શ્રધ્ધાળુઓ જઇ શકે તથા સપ્તાહના સાતે દિવસ માર્ગ ખુલ્લો રહે તેવી માંગણી : અટારી બોર્ડર પર ભારત તથા પાકિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે આજરોજ મળી ગયેલ મીટીંગઃ આગામી મીટીૅગ ર એપ્રિલના રોજ

ન્યુ દિલ્હી :  ભારતની અટારી બોર્ડર ઉપર આજરોજ ભારત તથા પાકિસ્તાનના પ્રતિનિધીઓની મીટીંગ મળી હતી જેમા મુખ્ય મુદો કરતારપુર કોરીડોરનો હતો. જે અંતગર્ત ભારતે આ કોરીડોર મારફત પાકિસ્તાનમા ગુરૂ નાનક દેવ તીર્થધામ ખાતે જવા ઇચ્છતા ભારતીયો તથા વિદેશોમાં વસતા ભારતીય મૂળના નાગરિકો માટે  વીઝા ફ્રી પ્રવાસ માટે પ્રસ્તાવ મુકયો હતો.   તથા દરરોજ પાંચ હજાર યાત્રીકો પ્રવાસ કરી શકે તેવી માંગણી કરી હતી.

         પુલવામાં એટેકેના તંગ વાતાવરણ વચ્ચ્ે મળેલી આ મીટીંંગમાં કરતારપુર કોરીડોરનો રસ્તેા સપ્તાહના સાતે દિવસ ખુલ્લો રહે તેમજ યાત્રિકો આ રસ્તે પદયાત્રા પણ કરી શકે તેવી માંગણી પણ મુકાઇ હતી.

         આગામી મીટીંગ  ર-એપ્રિલના  રોજ મળશે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં આવેલા આ ગુરૂ નાનક દેવ તીર્થસ્થાનનું મહત્વ એટલા માટે છે કે તેમણે પોતાના જીવનના અંતિમ દિવસો આ જગ્યા ઉપર વિતાવ્યા હતા, જયારે અખંડ ભારત હતુ.

 

 

(8:45 pm IST)