એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 14th March 2019

ઇન્ડિયન અમેરિકન સુશ્રી નિઓમી રાવની ડી.સી.સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સમાં નિમણૂકને સેનેટની બહાલી : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ કરેલી નિમણુંક 53 વિરુધ્ધ 46 મતથી પસાર

વોશિંગટન : યુ.એસ.ની બીજા નંબરની સૌથી મોટી ગણાતી ડી.સી.સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સમાં  પ્રેસિડન્ટ ટ્રમ્પએ ઇન્ડિયન અમેરિકન એટર્ની સુશ્રી નિઓમી રાવને નિમણુંક આપી હતી.જેની સામે થયેલા વિવાદ વચ્ચે સેનેટએ આ નિમણુંકને  53 વિરુધ્ધ 46 મતે બહાલી આપી દેતા હવે સુશ્રી નિઓમી રાવના  નામે આ પોસ્ટ ઉપર નિમણુંક મેળવનાર સૌપ્રથમ  ઇન્ડિયન અમેરિકન મહિલાનો વિક્રમ સર્જાયો છે.

(12:42 pm IST)