News of Friday, 9th November 2018
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે દિવાળી ઉત્સવ ઉજવશે : ઓવલ ઓફિસમાં દીવડા પ્રગટાવશે
વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારના રોજ ભારતનો લોકપ્રિય તહેવાર દિવાળી ઉત્સવ ઉજવશે.વ્હાઇટ હાઉસ સૂત્રોના જણાવ્યા મુજબ આ દિવસે તેઓ દીવડાઓ પ્રગટાવશે
ઉલ્લેખનીય છે કે 8 નવે.દિવાળીના શુભ દિવસે તેમને ભારતવાસીઓ તથા દિવાળી પર્વ ઉજવતા વિશ્વ તમામ લોકોને દીપાવલીની શુભકામના પાઠવી હતી.તથા આ પર્વ ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો વધુ દ્રઢ કરનારું બની રહે તેવી કામના વ્યક્ત કરી હતી.મંગળવારના રોજ તેમના દ્વારા થનારી ઉજવણી પ્રસંગે તેમની સાથે અમેરિકાના પ્રથમ મહિલા મેલાનિયા ટ્રેમ્પ પણ જોડાશે
(12:03 pm IST)