એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 8th November 2018

યુ.એસ.માં સિમી વેલ્લી મંદિર, કેલિફોર્નિયા મુકામે આવતીકાલ ૯ નવે. શુક્રવારે દિવાળી ઉત્સવ ઉજવાશે

કેલિફોર્નિયા : યુ.એસ.માં સિમી વેલ્લી મંદિર, ૧૯૨૫, રોયલ એવન્યુ સિમી વેલ્લી કેલિફોર્નિયા મુકામે આવતીકાલ ૯ નવે.૨૦૧૮ શુક્રવારના રોજ દિવાળી ઉત્સવ ઉજવાશે.

 

સિમી વેલ્લી મંદિર, ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટરના ઉપક્રમે થનારી ઉજવણીનો સમય સાંજે સાત વાગ્યાથી રાત્રિના ૧૧.૫૯ મિનીટ સુધીનો રહેશે.

ડો. સુભા જૈન તથા ડો. સંજીવ જૈન દ્વારા સ્પોન્સર થનારી આ ઉજવણી અંતર્ગત સ્થાનિક તથા બોલીવુડ કલાકારો મનોરંજનની મહેફીલ જમાવશે. તથા વિનામૂલ્યે ફેસ્ટીવલ ફુડ અપાશે, તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:34 pm IST)