એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 7th November 2018

UAEમાં છેલ્લા ૧૪ વર્ષથી નિવાસ કરતા ભારતીય મૂળના બ્રિટી મારકોસને દિવાળી ફળીઃ ૨૭.૨ લાખ અમેરિકન ડોલરની લોટરી લાગી

દુબઇઃ યુ.એ.ઇ.ના દુબઇમાં છેલ્લા ૧૪ વર્ષથી નિવાસ કરતા ભારતના કેરળના વતની બ્રિટી મારકોસને આ વર્ષની દિવાળી ફળદાયી પુરવાર થઇ છે. જે મુજબ તેણે ખરીદેલ માસિક લોટરીમાં ૨૭.૨ લાખ અમેરિકી ડોલરનો જેકપોટ મેળવ્‍યો છે. આ રકમ તે વતનમાં લીધેલુ ઋણ ચૂકવવામાં સૌપહેલા વાપરશે તેમ તેણે જણાવ્‍યું હતું.

 

(7:33 pm IST)