એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 14th June 2018

‘‘જયશ્રીક્રિશ્ના'' હિન્‍દી નૃત્‍ય નાટિકાઃ યુ.એસ.ના હયુસ્‍ટનમાં ર જુનના રોજ યોજાઇ ગયેલો મેગા સ્‍ટેજ શોઃ શ્રીકૃષ્‍ણ બાળલીલા,વૃંદાવન લીલા, ભગવત ગીતા સંદેશ સહિતના જીવન પ્રસંગોથી દર્શકો મંત્રમુગ્‍ધ

હયુસ્‍ટનઃ યુ.એસ.ના હસુય્‍ટનમાં VPSS હવેલીમાં ર જુનના રોજ ‘‘જયશ્રી ક્રિશ્ના નૃત્‍યનાટિકા'' હિન્‍દી ભાષામાં રજુ કરાઇ હતી.

રાજસૂન મેગાસ્‍ટાર એન્‍ટ.મનપસંદના શ્રી કનુ ચૌહાણ, ના ઉપક્રમે મનોરંજન ઇન્‍ક.ગુજરાતી સમાજ ઓફ હયુસ્‍ટન, ઇન્‍ડિયા કલ્‍ચર સેન્‍ટર,VPSS હવેલી, LPSH, તથા શિવશક્‍તિ મંદિરના સહકારથી યોજાઇ ગયેલ આ મેગા સ્‍ટેજ શોમાં પાંચ હજાર વર્ષ પહેલાના શ્રીકૃષ્‍ણના જીવન પ્રસંગે હાલની ૨૧મી સદીમાં પણ હૂબહૂ જોવા મળ્‍યા હતા.

મથુરામાં જન્‍મ, મેવાડના મીરાબાઇનું શ્રીકૃષ્‍ણને સમર્પિત જીવન, ભગવત ગીતાનો સંદેશ, શ્રીકૃષ્‍ણ અર્જુન સંવાદ, વૃંદાવનમાં લીલા, સહિતના દૃ્‌યો ૮ વિભાગમાં રજુ કરાયા હતા. આ નૃત્‍ય નાટિકાનું દિગ્‍દર્શન સુશ્રી હિની પટેલ તથા સુશ્રી રિના પટેલ દ્વાકા કરાયું હતું. તથા એન્‍કર તરીકે સુશ્રી વિશ્રીંતી ગાંધીએ કામગીરી સંભાળી હતી. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:51 pm IST)