એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 31st May 2018

આયર્લેન્‍ડમાં મહિલાઓને ગર્ભપાત કરાવવાનો અધિકાર આપવા ૬૮ ટકા પ્રજાજનો સંમતઃ શનિવારે લેવાયેલા જનમતનું પરિણામ

આયર્લેન્‍ડઃ આયર્લેન્‍ડમાં મહિલાઓને ગર્ભપાત કરાવવાનો અધિકાર આપવા લેવાયેલા જનમતમાં ૬૮ ટકા લોકોએ આ અધિકાર આપવા ભલામણ કરી છે.

ઉલ્લેખનીય છે કે આયર્લેન્‍ડમાં અત્‍યાર સુધી મહિલાઓ માટે ગર્ભપાત કરાવવા ઉપર પ્રતિબંધ હતો. જેના પરિણામે ૨૦૧૨ની સાલમાં ભારતીય મૂળની ડેન્‍ટીસ્‍ટ મહિલા સવિતા હલપ્‍પનવાર ગર્ભપાત કરાવી નહીં શક્‍તા મોતને ભેટવા મજબૂર બની હતી.

મહિલાઓના આ અધિકાર માટે લેવાયેલા જનમતમાં ૩૦ લાખ લોકોએ મતદાન કર્યુ હતું. જેમાં જુનો કાયદો રદ કરી મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપવા માટે ૬૮ ટકા લોકોએ સમર્થન આપ્‍યુ હતું.

સાથોસાથ આયર્લેન્‍ડના પ્રાઇમ મિનીસ્‍ટર શ્રી લિયો વારાડકર કે જેઓ ભારતીય મૂળના છે તેમણે પણ મહિલાઓને ગર્ભપાત કરાવવાનો અધિકાર આપવા લોકોને ભલામણ કરી હતી.

(12:33 am IST)