News of Wednesday, 20th November 2019
અમેરિકન ડેન્ટલ એશોશિએશનની સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન પ્રેસિડન્ટનો વિક્રમ ડો. ચાડ ગેહાનીના નામે
ન્યુયોર્કઃ અમેરિકાના ડેન્ટલ એશોશિએશનએ તાજેતરમાં કરેલી ઘોષણા મુજબ ઇન્ડિયન અમેરિકન ડો. ચાડ ગેહાનીની નીમણુંક એશોશિએશનના પ્રેસિડન્ટ તરીકે કરાઇ છે.
આ હોદા ઉપર નિમણુંક મેળવનાર તેઓ સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન છે. શ્રી ગેહાની ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે.
મુંબઇમાં જન્મેલા શ્રી ગેહાનીએ ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરેલો છે. તથા ૧૯૭પ ની સાલથી યુ.એસ.માં સ્થાયી થયેલા છે.
શ્રી ગેહાની આ અગાઉ ઉપરોકત એશોશિએશનમાં ન્યૂયોર્કનું પ્રતિનિધિત્વ કરી ચૂકયા છે. તથા ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી ચૂકયા છે. તેમજ ન્યુયોર્ક સ્ટેટ ડેન્ટલ એશોશિએશનમાં પ્રેસિડન્ટ તરીકે ફરજ બજાવી ચૂકયા છે.
(9:26 pm IST)