એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 20th November 2019

હજુ ૪ માસ પહેલા જ પરણેલા ઇન્ડિયન અમેરિકન યુવાન પ્રશાંથ પદલનું હાર્ટ એટેકથી મૃત્યું: ગ્રીન કાર્ડ માટેના લાંબા વેઇટીંગ લીસ્ટમાં નામ હોવાથી પત્ની સિન્ધુ માટે અમેરિકામાં નિવાસનો પ્રશ્નઃ છેલ્લા એક માસમાં બીજો બનાવ

ફલોરિડાઃ અમેરિકાના ટેમ્પા ફલોરીડામાં સ્થાઇ થયેલા ભારતના તેલંગણાના વતની યુવાન પ્રશાંથ પદલનું ૯ નવે. ર૦૧૯ ના રોજ હાર્ટ એટેકથી અવસાન થયુ છે.

હજુ ૪ માસ પહેલાંં જ ભારત આવી સિન્દુ નામક યુવતિ સાથે પરણી અમેરિકા પરત ફરેલુ આ દંપતિ અચાનક ખંડિત થયું છે

આ યુવાનનું નામ ગ્રીન કાર્ડ માટેના વેઇટીંગ લીસ્ટમાં હોવાથી હવે તેની પત્ની માટે અમેરિકામાં નિવાસનો પ્રશ્ન થયો છે. તેલુગૂ સોસાયટીએ મૃતક યુવાનની અંતિમવિધી માટે GofundMe પેઇજ દ્વારા ફંડ ભેગું કરવાનું શરૂ કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે ગ્રીન કાર્ડ માટેના લાંબા વેઇટીંગ લીસ્ટમા઼ સમાવિષ્ટ અન્ય એક યુવાન શિવા રાજુનુ પણ થોડા સમય પહેલા અવસાન થતા તેની પત્ની માટે પણ અમેરિકામા નિવાસનો પ્રશ્ન ઉભો છે ત્યાં આવો બીજો કિસ્સો બનતા આ ગ્રીન કાર્ડ વેઇટીંગ લીસ્ટનો વહેલી તકે નિકાલ થાય તેવું ભારતીયો સહિત વિદેશીઓ ઇચ્છી રહ્યા છે.

(9:14 pm IST)