એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 20th September 2018

વિઝાની મુદત પુરી થઇ ગયા પછી પણ અમેરિકામાં રોકાઈ જનારા પ્રવાસીઓ તથા સ્ટુડન્ટ્સની સંખ્યામાં ભારત મોખરે : 2017 ની સાલમાં અમેરિકા આવેલા 10 લાખ જેટલા ભારતીયો માંથી વિઝાની મુદત પુરી થયા પછી પણ 2 હજાર જેટલા રોકાઈ ગયા : યુ.એસ.હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટનો અહેવાલ

વોશિંગટન : વિદેશી પ્રવાસીઓ તથા ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા વિશ્વનો હોટ ફેવરિટ દેશ ગણાય છે.જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશીઓ આવે છે. પરંતુ તેમાંથી વિઝાની મુદત પુરી થઇ ગયા પછી પણ રોકાઈ જનારાઓની સંખ્યા ખાસ્સી એવી છે. જેમાં 2017 ની સાલમાં ગેરકાયદે રોકાઈ જનારા વિદેશીઓમાં ભારતીયો મોખરે હતા તેવો અહેવાલ તાજેતરમાં યુ.એસ.હોમલેન્ડ સિક્યુરિટીએ બહાર પડ્યો છે.જે મુજબ ગયા વર્ષે ભારતથી કુલ 10 લાખ 78 હજાર જેટલા લોકો અમેરિકા આવ્યા હતા.તેમાંથી વિઝાની મુદત પુરી થઇ ગયા પછી પણ રોકાઈ જનારાઓની સંખ્યા 1 હજાર 7 સો ઉપર હતી.અત્યાર સુધીમાં અમેરિકામાં ગેરકાયદે રોકાઈ ગયેલા ભારતીયોની સંખ્યા 5 લાખને આંબી ગઈ છે.જે મુજબ દર છઠ્ઠો ભારતીય નાગરિક ગેરકાયદે વિઝા ધારક છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:10 am IST)