એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 19th September 2018

૨ ઓકટો. ૨૦૧૯ના રોજ આવનારી મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિને યાદગાર બનાવોઃ અમેરિકાના પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટેમ્પ બહાર પાડવામાં આવે તે માટે પત્ર ઝુંબેશ શરૃ કરોઃ 'હેલ્લો NRI'નો અનુરોધ

 

વોશિંગ્ટન ડીસીઃ આગામી ૨ ઓકટો. ૨૦૧૯ના રોજ મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મ જયંતિને અનુલક્ષીને ટપાલ ટિકિટ બહાર પાડવા યુ.એસ. પોસ્ટલ સર્વિસ (USPS)ને વિનંતી કરવા તમામ NRI મિત્રોને વિનંતી કરવામાં આવી છે. જે માટે સિટીઝન્સ સ્ટેમ્પ એડવાઇઝરી કમિટી, 475 L' Enant પ્લાઝા SW, રૃમ ૩૩૦૦, વોશિંગ્ટન ડીસીને પત્ર લખવા જણાવાયું છે.

પત્રનું ફોર્મેટ પણ આ સાથે જોડવામાં આવ્યું છે. વ્યકિતગત અથવા સંસ્થાગત પત્ર લખી શકાય છે. જો કોઇ ઓર્ગેનાઇઝર વતી પત્ર લખવાનો હોય તો તેમાં મેમ્બર્સની સંખ્યા અચૂક લખવા જણાવાયું છે.

ફોર્મેટનો ઉપયોગ કર્યા સિવાય સ્વતંત્રપણે પત્ર લખવો હોય તો તેઓ મહાત્મા ગાંધીએ સમગ્ર વિ/શ્વને આપેલો અહિંસા તથા શાંતિ અને ભાઇચારાના સંદેશનો ઉલ્લેખ કરવો. જોએના વ્યકિતત્વમાંથી માર્ટીન લ્યુથર કિંગ, દલાઇ લામા, નેલ્સન મંડેલા સહિતના મહાનુભાવોએ પણ પ્રેરણા લીધી છે.

વધુમાં વધુ સંખ્યામાં પત્ર મોકલવાથી આપણી વિનંતી માન્ય રહી શકે છે તેવી સહુને વહેલી તકે પત્ર લખી મોકલવા હેલ્લો NRI વતી શ્રી પ્રવિણ તંબોલીની યાદીમાં જણાવાયું છે.

(10:39 pm IST)