એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 19th September 2018

'એમ્પાવરીંગ માઇન્ડ એન્ડ બોડી'ઃ યુ.એસ.ના હ્યુસ્ટનમાં IACANના ઉપક્રમે યોજાયેલ દ્વિવાર્ષિક ગાલા પ્રોગ્રામનું સૂત્રઃ કેન્સરના દર્દીઓની લેવામાં આવતી કાળજી તથા કેન્સર થતુ અટકાવવાની જહેમત સાથે આરોગ્ય સેવાઓનો અહેવાલ રજુ કરાયોઃ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયાઃ ૩૭૫ ઉપરાંત આમંત્રિતોએ હાજરી આપી

 

હ્યુસ્ટનઃ યુ.એસ.ના હ્યુસ્ટનમાં 'ઇન્ડિયન અમેરિકન કેન્સર નેટવર્ક' (IACAN)ના ઉપક્રમે ૮ સપ્ટે.ના રોજ ગાલા પ્રોગ્રામ ઉજવાઇ ગયો.

રેડ ઓક બાલ રૃમ સીટી સેન્ટર ખાતે કરાયેલી ઉજવણીનું મુખ્ય સુત્ર 'એમ્પાવરીંગ માઇન્ડ એન્ડ બોડી' હતું. જે પ્રસંગે ૩૭પ જેટલા આમંત્રિતો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે છેલ્લા બે વર્ષ દરમિયાન IACAN દ્વારા કોમ્યુનિટી માટે કરાયેલી આરોગ્ય સેવાઓ, બોન મેરો રજીસ્ટ્રેશન, ઇન્સ્યુરન્સ નહીં ધરાવતી અથવા ઓછો ધરાવતી મહિલા માટે મેમોગ્રામ નિદાન સહિતનો અહેવાલ રજુ કરાયો હતો. તેમજ સારવાર મેળવેલ દર્દીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા તથા તેઓને મળેલી સેવાઓ બિરદાવી હતી.

બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં તથા ૩ બોન મેરો ડોનર્સનું બહુમાન કરાયું હતું, તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:38 pm IST)