એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 18th September 2018

અમેરિકાના વિઝા અપાવી દેવાની લાલચ આપી નાણાં પડાવ્યા: ઇન્ડિયન અમેરિકન કંવર સરબજીત સિંઘ કસુરવાન

વોશિંગટન: અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા ઇન્ડિયન અમેરિકન નાગરિક 51 વર્ષીય સરબજીત સિંઘને યુ.એસ.કોર્ટએ કસુરવાન ગણ્યો છે.તેણે ફેસ બુક,વ્હોટ્સ એપ.જેવા સોશિઅલ મીડિયાના માધ્યમથી પોતે અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી નો સ્ટાફ હોવાની ગેરમાર્ગે દોરતી માહિતી આપી અનેક લોકો પાસેથી 3 થી 4 હજાર ડોલર જેટલી રકમ ઉઘરાવી હોવાનો આરોપ પુરવાર થયો છે.14 ડિસેમ્બરના રોજ તેને સજા ફરમાવશે જે વધુમાં વધુ 20 વર્ષ સુધીની થઇ શકે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:57 am IST)